કુંવરબાઇ નું મામેરું
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ માટે “કુંવરબાઈનું મામેરું યોજના” ઘણા સમયથી ચાલી રહી છે. Kuvarbai nu mameru yojna માં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. આ યોજના અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને, સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન લીધા લાભ આપવામાં આવે છે. આ યોજનામાં સહાય DBT દ્વારા સીધા બેંક એકાઉન્ટમાં 12000/- (બાર હજાર ) રૂપિયા જમા કરવામાં આવે છે.
કુંવરબાઈનું મામેરું યોજનાના નિયમો
કુંવરબાઇ નું મામેરું યોજના માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.ગુજરાત રાજ્યના મૂળ વતની હોય અને આર્થિક રીતે નબળા પરિવારોને મળવાપાત્ર છે.પરિવારમાં 2 (બે) પુખ્તવયની કન્યાના લગ્ન માટે Kuverbai nu mameru yoajna નો લાભ મળશે.લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ સહાય મળશે નહી.
લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.લગ્નના 2 વર્ષનીસમયમર્યાદામાં kuvarbai nu mameru form online apply કરવાનું રહેશે.સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને “સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજના”ની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.સામાજિક ન્યાત અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે.ગુજરાત રાજ્યની આર્થિક રીતે નબળા પરિવારની કન્યા લગ્ન કરે તો ગુજરાત સરકાર દ્વારા કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતા હતા. જેમાં સુધારો કરેલ છે.તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને kuvarbai mameru yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.ગુજરાતના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારઓને સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉભી કરેલી છે. કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ લેવા માટે e samaj kalyan portal બનાવેલ છે. આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે નીચે મુજબના સ્ટેપ દ્વારા જાણીશું.
સૌપ્રથમ Google Search Bar માં જઈને ‘e samaj kalyan’ ટાઈપ કરવું.
જેમાં સમાજ કલ્યાણ વિભાગની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર ક્લિક કરવાની રહેશે.
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને જો રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો “New User? Please Register Here” જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan “Citizen Login” પર ક્લિક કરીને લાભાર્થીએ પોતાનું પેજ ખોલવાનું રહેશે.
લાભાર્થી દ્વારા જે પ્રમાણે પોતાની જ્ઞાતિ રજીસ્ટ્રેશન વખતે બતાવી હશે તે મુજબ યોજનાઓ બતાવતી હશે.
જેમાં Kuvarbai Nu Mameru Yojana Online Form પર જઈને માંગ્યા મુજબની વિગતો ભરી ઓનલાઈન અરજી સબમીટ કરવાની રહેશે.
કુંવરબાઈનું મામરું યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અલગ અલગ પ્રકારના
ડૉક્યુમેન્ટ
- કન્યાનું આધારકાર્ડ
- કન્યાનું ચૂંટણીકાર્ડ(ઓળખપત્ર)
- લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ
- કન્યાનો જાતિનો દાખલો
- કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
- કન્યાના પિતાનો/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
- કન્યાના રહેઠાણનો પુરાવો (લાઈસન્સ/ચૂંટનીકાર્ડ/રેશનકાર્ડ/વીજળીબિલ પૈકી કોઈપણ એક)
- કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- વર-કન્યાનો સંયુક્ત ફોટો
- વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- લગ્નનોંધણી પ્રમાણપત્ર
- કન્યાના પિતા/વાલીનું એકરારનામું
- કન્યાના પિતાનું બાંહેધરીપત્રક
- કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
OfficialWebsite https://esamajkalyan.gujarat.gov.in/
Kuvarbai Nu Mameru Yojana Form Pdf (OBC-EBC) https://www.sarkariyojanaguj.com/wp-content/uploads/2021/09/Kuvarbai-Nu-Mameru-Yojana-Form-Pdf.pdf
Kuvarbai Nu Mameru Yojana Form Pdf (SC) https://www.sarkariyojanaguj.com/wp-content/uploads/2021/09/Kuvarbai-Nu-Mameru-Yojana-Form-sc.pdf
કુંવરબાઈનું મામેરું યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તે અરજીની શું સ્થિતિ છે. આ Application Status ઓનલાઈન દ્વારા જાણી શકાય છે. નીચેની Direct Link દ્વારા અરજીનું સ્ટેટસ જાણી શકાય છે.
Direct link application status https://esamajkalyan.gujarat.gov.in/ViewApplicationStatus.aspx
Tags:
yojana